મારા વિષે

વાંચક મિત્રો, આ બ્લોગ પર આવવા બદલ આપનો અભાર.
      મારા વિષે થોડી વાત કરું. મારું નામ પ્રવીણ શાહ. મારું મૂળ વતન મહેલોલ (જી. પંચમહાલ) છે.  મેં એન્જીનીયરીંગની મીકેનીકલ બ્રાન્ચમાં બી. ઈ., એમ.ઈ. અને પી. એચ. ડી. કરેલ છે. વ્યવસાયે પ્રોફેસર અને હાલમાં અમદાવાદમાં ઈજનેરી કોલેજ માં “પ્રિન્સીપાલ” તરીકે ફરજ બજાવી રહ્યો છું. જીવનમાં ફરવાનો ઘણો શોખ રહ્યો છે, ખાસ તો કુદરતી સ્થળોએ ફરવાનું બહુ જ ગમે. દુનિયામાં શક્ય એટલા સ્થળો જોવાની ખૂબ જ ઈચ્છા. તક મળે એટલે ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જઈએ. આ બ્લોગમાં આવા સ્થળોની મુલાકાતના અનુભવો આપ બધા સાથે  “share” કરીશું. આવા સ્થળોની માહિતી ફોટા સહીત આપવાનો પ્રયત્ન કરીશ. આ ઉપરાંત, મારી વાર્તાઓ, અનુભવેલા કિસ્સાઓ, જોક્સ – પણ વખતોવખત મુકવાની ખ્વાહિશ રાખું છું. આશા છે કે આપ મારા બ્લોગને આવકારશો અને જરૂર લાગે ત્યાં સુચનો કરશો.
  દુનિયામાં પ્રેમ, લાગણી અને પ્રમાણિકતાથી જીવન જીવનારને ખુબ જ સંતોષ અને બીજા માનવીઓનો પ્રેમ મળે છે. આ લાગણીનું ભાથું વહેંચવાનો મારો પ્રયત્ન છે.
     આજે નવેમ્બર ૯, ૨૦૧૦ થી બ્લોગ શરુ કરી રહ્યો છું.

108 ટિપ્પણીઓ (+add yours?)

  1. Pravin Shah
    નવેમ્બર 09, 2010 @ 19:19:20

    This is my blog in Gujarati. I have started it today on 9th Nov. 2010.

    જવાબ આપો

  2. Viren Shah
    નવેમ્બર 12, 2010 @ 15:16:58

    Nice blog

    જવાબ આપો

  3. રાજની ટાંક
    નવેમ્બર 18, 2010 @ 15:49:12

    પ્રકતિપ્રેમી છો એટલે આપની બ્લોગ પોસ્ટ માણવાની મજા આવશે.

    જવાબ આપો

    • pravinshah47
      નવેમ્બર 21, 2010 @ 14:16:18

      શ્રી રાજની ટાંક,
      આપ મારા બ્લોગ પર આવ્યા તે બદલ આભાર. મારો બ્લોગ જરૂર માણજો અને આપના પ્રતિભાવો આપતા રહેજો.
      પ્રવીણ શાહ

      જવાબ આપો

  4. Prerak Sheth
    નવેમ્બર 19, 2010 @ 14:16:57

    અત્યંત ઉપયોગી અને રસપ્રદ વર્ણન!
    અંદામાન નિકોબાર ક્યાં છે?

    જવાબ આપો

  5. venunad
    નવેમ્બર 19, 2010 @ 18:02:03

    Excellent idea and excellent blog, first time visited but wish to come again.

    જવાબ આપો

    • pravinshah47
      નવેમ્બર 21, 2010 @ 14:20:23

      આપ જરૂરથી મારા બ્લોગ પર આવતા રહેજો. મેં જાતે જોયેલા સ્થળોની માહિતી અને ફોટા હું મુકતો રહીશ. આપનો અભિપ્રાય આપતા રહેજો.

      જવાબ આપો

  6. Amee
    નવેમ્બર 24, 2010 @ 03:11:34

    Masa
    I really enjoyed your Blog.
    Amar equally liked it.
    Thanks for sharing this.
    Wish you Good Luck.
    Keep Posting.

    જવાબ આપો

  7. રૂપેન પટેલ
    નવેમ્બર 26, 2010 @ 15:29:29

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    જવાબ આપો

  8. યશવંત ઠક્કર
    ડીસેમ્બર 06, 2010 @ 14:43:31

    શ્રી પ્રવીણભાઈ ..
    તસવીરો ખૂબ જ ગમી. આપનું લખાણ પણ રસપ્રદ છે. વધુને વધુ માહીતી આપતા રહો તેવી શુભેચ્છાઓ.

    જવાબ આપો

  9. Bina
    ડીસેમ્બર 07, 2010 @ 18:48:02

    Nice blog! I like to travel too, I will visit regularly.

    જવાબ આપો

  10. Pancham Shukla
    ડીસેમ્બર 10, 2010 @ 00:12:03

    ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત અને અભિનંદન.

    પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત થઈ. તમે નાના નાના સ્વાનુભવના પ્રસંગોને કંઈક વિધાયક વાતના લસરકા સાથે રસપડે એ રીતે રજૂ કર્યા છે.

    જવાબ આપો

    • pravinshah47
      ડીસેમ્બર 10, 2010 @ 15:48:35

      પંચમજી,
      આભાર તમારો.
      બ્લોગ પર જરૂર આવતા રહેજો. અને સુચનો પણ કરજો
      તમારો બ્લોગ પણ જોયો. તમે રચેલી શબ્દોની ગૂંથણી અદ્ભુત છે.

      જવાબ આપો

  11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
    ડીસેમ્બર 15, 2010 @ 13:58:14

    આપના બ્લોગ ઉપર આવી આનંદ થયો … સાચેજ સરસ અને રસપ્રદ માહિતી છે … બસ આમજ નવી નવી જગાઓ અંગે જણાવતા રહેશો . મળતા રહીશું . આપ પણ “પિયુની નો પમરાટ ” માણવા પધારશો.
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    http://piyuninopamrat.wordpress.com/

    જવાબ આપો

    • pravinshah47
      ડીસેમ્બર 15, 2010 @ 15:31:30

      પારૂબેન, તમને નવી નવી જગાઓ વિષે જાણવાનું ગમે છે, એ જાણીને ખુશી થઇ. મને ફરવાનો શોખ ઘણો છે, એટલે નવા સ્થળો શોધી ને
      ફરવાનું ગોઠવતો રહું છું. તમારો બ્લોગ મેં જોયો-વાંચ્યો છે. સરસ.
      પ્રવીણ

      જવાબ આપો

  12. hirals
    ડીસેમ્બર 19, 2010 @ 17:43:31

    Nice blog Sir and Nice small small experiences 🙂

    જવાબ આપો

  13. taral shah
    ડીસેમ્બર 24, 2010 @ 05:43:34

    its very interesting blog….i like it very much…. thanks masa

    જવાબ આપો

  14. નટખટ સોહમ રાવલ
    જાન્યુઆરી 06, 2011 @ 05:27:31

    આજે તમારા બ્લોગ પર આવ્યો સરજી…
    અને ખાસ તો તમે મુકેલો જોક ‘તમે મને કઈ રીતે ઓળખી ગયા ?’ ને લીધે આવેલો…
    બાય ધ વે, આપ કઇ કોલેજમાં પ્રિન્સિપાલ છો? કહેશો તો આનંદ થશે.મે મોડાસા ખાતેથી કોમ્પ્યુટર એન્જીનિયરીંગ કરેલું છે.

    જવાબ આપો

    • pravinshah47
      જાન્યુઆરી 06, 2011 @ 14:24:20

      સોહમભાઈ, મારા બ્લોગ પર આવ્યા તેથી આનંદ થયો. હું પણ તમારો બ્લોગ અવારનવાર વાંચું છું. હું સિલ્વર ઓક એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદમાં પ્રિન્સીપાલ છું. મેં મીકેનીકલ બ્રાંચમાં પીએચડી કરેલ છે. ૧૯૯૩ થી ૧૯૯૮ દરમ્યાન હું મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર હતો. એટલે મોડાસાનું થોડું આકર્ષણ રહે છે. હાલ હું ટૂંક સમય માટે યુએસએ આવેલ છું. તમે મોડાસામાં હાલ કઈ કંપનીમાં કે પોતાનો બિઝનેસ ?

      જવાબ આપો

      • નટખટ સોહમ રાવલ
        જાન્યુઆરી 07, 2011 @ 06:27:13

        શ્રી પ્રવિણકાકા,
        આપ મારા બ્લોગ ઉપર પધારો છો એથી આનંદ થયો.
        હા, હુ અમદાવાદ ખાતે એક કંપનીમાં જોબ કરું છું
        મે ૨૦૦૬ થી ૨૦૧૦ દરમ્યાન એન્જીનિયરીંગ કરેલું અને ત્યાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટમાં બાવરવા સર(જે મોરબીનાં છે) એમને કદાચ આપ ઓળખતા હશો.

      • pravinshah47
        જાન્યુઆરી 07, 2011 @ 14:59:38

        સોહમભાઈ,
        હા, હું બાવરવાને સારી રીતે ઓળખું છું. તમે અમદાવાદમાં છો, તો બ્લોગરના નાતે જરૂર મળી શકાય.

  15. વિનય ખત્રી
    જાન્યુઆરી 07, 2011 @ 13:52:59

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    જવાબ આપો

    • pravinshah47
      જાન્યુઆરી 07, 2011 @ 15:43:17

      શ્રી વિનયભાઈ,
      મારા બ્લોગ પર આવવા બદલ અભાર અને આનંદ. મેં તમારો બ્લોગ ઘણી વાર વાંચ્યો છે, અને ઘણો જ ગમ્યો છે.
      મને ખાસ તો ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. એટલે મેં જોયેલા સ્થળો અને તેના ફોટો મુકતો રહું છું.

      જવાબ આપો

  16. Prempriya
    જાન્યુઆરી 24, 2011 @ 05:08:42

    Very nice n interesting blog!!
    Good short stories…..

    જવાબ આપો

  17. surya
    જાન્યુઆરી 24, 2011 @ 09:57:32

    આપના પ્રવાસ વર્ણન અને ફોટોગ્રાફ્સ નો ઇન્તેઝાર રેહશે, સુંદર બ્લોગ !

    જવાબ આપો

  18. Harshad / Madhav
    જાન્યુઆરી 26, 2011 @ 14:01:28

    આજે તમારા બ્લોગ ની મુલાકાત લીધી…..
    સરસ બ્લોગ છે.

    માધવ મેજિક બ્લોગ

    જવાબ આપો

  19. Navnit Patel
    જાન્યુઆરી 27, 2011 @ 23:38:17

    pravinbhai u meet after long time but give us very good gift as blog, i would like to visit daily, its really good, also write some about usa,

    જવાબ આપો

  20. arvind adalja
    જાન્યુઆરી 28, 2011 @ 17:44:53

    શ્રી પ્રવીણ ભાઈ
    આપના બ્લોગની મુલાકત આપનો પરિચય મેળવવા આજે જ કરી લીધી. આપના બીજા લેખો તથા ફોટો વગેરે જોવા ફરી ચોકક્સ મુલાકાત લેતો રહીશ ! આપનું બ્લોગ જગતમાં સ્વાગત સાથે આપનો બ્લોગ અન્યો કરતા જુદી ભાત પાડે તેવી અપેક્ષા સાથે આજે આટલી વાત કરી વિદાય લઊ છું. ફરી મળીશું. આવજો !
    સ-સ્નેહ
    અરવિંદ

    જવાબ આપો

  21. alplimadiwala
    જાન્યુઆરી 29, 2011 @ 06:23:17

    તમારા બ્લોગ ને મારા મન્પસંદ બ્લોગ મા સ્થાન આપ્યુ છે. તમે વિઝીટ કરશો…..

    જવાબ આપો

  22. chandravadan
    જાન્યુઆરી 31, 2011 @ 19:47:10

    Congratulations, Pravinbhai !
    Welcome to GujaratiWebJagat !
    All the BEST ..& ALWAYS !
    DR. CHAQNDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your READERS to Chandrapukar !

    જવાબ આપો

  23. Ramesh Patel
    ફેબ્રુવારી 10, 2011 @ 05:02:19

    આપના કૌશલ્ય અને વિચાર વિહારથી સર્વને લાભ થશે.આ પ્રથમ મુલાકાતથી જ આનંદ થયો.
    હું પણ બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) થઈ જીઈબીમાં સર્વિસ બાદ નિવૃત્ત થયો છું.
    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો

  24. Hitesh N Panchal
    ફેબ્રુવારી 16, 2011 @ 04:25:35

    Good Morning Sir .
    Today i read the article on ” Hindu temples of Dullas”. it was very nice.

    જવાબ આપો

  25. Dr Sudhir Shah
    ફેબ્રુવારી 21, 2011 @ 08:34:39

    “”દુનિયામાં પ્રેમ, લાગણી અને પ્રમાણિકતાથી જીવન જીવનારને ખુબ જ સંતોષ અને બીજા માનવીઓનો પ્રેમ મળે છે.”” yes , you are absolutly write, i agree.

    god bless you

    dr sudhir shah na vandan

    જવાબ આપો

    • pravinshah47
      ફેબ્રુવારી 21, 2011 @ 13:38:00

      ડોક્ટર સુધીરભાઈ,
      તમારા અભિપ્રાય બદલ અભાર. મેં અત્યારે તમારો બ્લોગ જોયો. જોઈને ખૂબ આનંદ થયો. અમે પણ વૈષ્ણવ છીએ. અવારનવાર નાથદ્વારા જઈએ છીએ. તમારી બધી પોસ્ટ હું વિગતે વાંચીશ. પ્રવીણના જય શ્રી કૃષ્ણ.

      જવાબ આપો

  26. hema patel
    ફેબ્રુવારી 28, 2011 @ 23:55:49

    પ્રવિણભાઈ,
    આપના બ્લોગની મુલાકાત લીધી , સુન્દર બ્લોગ .
    આપ આવીજ રીતે લખતા રહો અને સાહિત્ય રસિકોને જ્ઞાન પીરસતા રહો
    એજ શુભેચ્છા .

    જવાબ આપો

  27. aneriduniya
    એપ્રિલ 06, 2011 @ 04:54:21

    શ્રી પ્રવિણભાઇ આપના બ્લોગ ની મુલાકાત લીધી ખુબજ સરસ માહિતી મળી
    વિશેશ કે મે પણ એક ” અનેરીદુનિયા “નામ નો બ્લોગ શરુ ક્ર્યો છે
    પણ એનુ સકલન કરતા આવડતુ નથી
    મહેરબાની કરીને થોડી માહિતિ આપશો તો આપનો આભારી રઇશ
    આભાર સહ ….રમેશ સરવૈયા

    જવાબ આપો

  28. montu shah
    મે 22, 2011 @ 14:22:21

    hello pravin uncle.it’s very nice to read ur blog.i must thank u for giving me link of ur blog.now i m waiting for u to go to europe so that everybody can seat on the chair n read n feel about the europe by just 1 click.it’s good to read gujarati on net.i m sorry that i can’t write in gujarat.so, c u soon on ur blog again n enjoy ur self with my parents in europe bye bye n jay shree krishna

    જવાબ આપો

  29. વેદાંગ એ. ઠાકર
    જૂન 22, 2011 @ 04:45:07

    આદરણીય શ્રી પ્રવીણ સાહેબ,
    આપના બ્લોગ ની મુલાકાત લીધી અને મને આપની એક વાત ખુબજ ગમી કે તમે પોતે જીવન ની દરેક પળ ને પુરા સંતોષ અને આનંદ થી માણી રહ્યા છો અને અત્યાર ના ઝડપી જીવન માં આજ ખુબજ મહત્વ નું છે વ્યક્તિ પોતાના માટે આનંદ મેળવવાનો સમય અને જીવન જીવવાનો સંતોષ મેળવી શકે. આપના અનુભવ અને જ્ઞાન નો સાથ મળતો રહેશે એવી આશા.

    જવાબ આપો

  30. Miraj R Ranpura
    જુલાઈ 03, 2011 @ 19:25:44

    Respected Sir ,
    I fill very lucky that a very good person is principal of my college.

    જવાબ આપો

  31. sanjay rajnikant shah
    ઓગસ્ટ 23, 2011 @ 03:39:16

    resp. uncle
    jai shri krishna,sanjay from godhra.
    it was known to us that you are a great engineer,best professor and a scientist, but we all are glad to read you and you experiences. you have written like a great writer. your command on gujarati language is excellent. maza avi gai. apna pusti sampraday ni 84 bethako chhe, vallabbhachryaji ni. aap teno pan pravas kari experience share karso to badha ne ghani information malse.

    જવાબ આપો

  32. pravin1947
    સપ્ટેમ્બર 11, 2011 @ 13:41:03

    Nice blog sir…

    જવાબ આપો

  33. હિતેન ભટ્ટ
    ડીસેમ્બર 15, 2011 @ 10:33:19

    મજા પડી….

    જવાબ આપો

  34. પરાર્થે સમર્પણ
    ડીસેમ્બર 17, 2011 @ 16:00:02

    આદરણીય શ્રી પ્રવીણભાઈ,
    આજ આપ મારે આગણે આવીને પ્રતિભાવ રૂપી પુષ્પો વેર્યા એથી ખુબ આનંદ થયો.
    આપનો બ્લોગ ખુબ સુંદર છે. એક અનુભવી , જ્ઞાની અને પ્રિન્સીપાલ સાહેબની
    કલમે પીરસાતો પ્રસાદ લેવાનો જીવનમાં અનહદ આનંદ થશે.

    જવાબ આપો

    • pravinshah47
      ડીસેમ્બર 20, 2011 @ 15:06:08

      બસ, આપ મારા બ્લોગ પર આવતા રહેજો. આભાર.
      તમારું લખાણ પણ મને ગમે છે.
      હાલ તો મેં ભારતમાં આવેલા ધોધની માહિતી-ફોટા ભેગા કરી
      લખવાનું શરુ કર્યું છે.

      જવાબ આપો

  35. AKRUTI DAVE
    જાન્યુઆરી 15, 2012 @ 12:19:56

    VERY NICE BLOG..ITS AWESOME…….

    જવાબ આપો

  36. kaushal parekh
    માર્ચ 09, 2012 @ 05:26:47

    નમસ્કાર સર,

    આપનો બ્લોગ જોઈ સુંદર છે.

    હું પણ પ્રક્રુતિ ને હરેક ક્ષણથી મનભરી ને માણવાવાળો છું ને તેને ફોટામાં કેદ કરી ને જાળવી રાખું છું. મારું વતન લુણાવાડા થી ૭ કી.મી દુર મધવાસ છે. પણ મારો જન્મ અમદાવાદમાં થયેલ છે. પણ વષૅમાં આવન-જાવન રહેતી હોય છે.

    આભાર
    લી. કૌશલ પારેખ

    જવાબ આપો

  37. rbvirpariya
    માર્ચ 24, 2012 @ 05:49:39

    સર.
    આજે આપના બ્લોગ માં આવ્યો જોયો ખુબજ આનંદ થયો.
    જુદા- જુદા શ્થળો. ની મુલાકાત લ્યો છો.તો તેના વિશે ઝીણવટ્ભરી વાતો પણ લખશો એવી અપેક્ષા.સહ.

    જવાબ આપો

  38. jainikshah
    એપ્રિલ 23, 2012 @ 20:13:46

    આદરણીય પ્રિન્સીપાલ સર,
    રૂબરૂ માં તમને સંભાળવાનો મોકો બહુ મળતો નથી પરંતુ આ સ્થળ એવું છે કે જ્યાં કોઈ પણ સમયે અને સ્થળે થી તમને મળી શકાશે,સાંભળી શકાશે,તમારા અનુભવો દ્વારા નવું-નવું ઘણુય જાણવા-શીખવા મળશે.તમે અમારા જેવી નવી પેઢી માટે તમે તમારો થોડો સમય ફાળવી આપો છો એના માટે હું તમારો આભાર માનું છૂ.
    આપનો,
    જૈનિક શાહ.(સીલ્વેર ઓક).

    જવાબ આપો

  39. સુરેશ જાની
    એપ્રિલ 24, 2012 @ 13:14:15

    હું પણ એલ.ડી. એન્જિ. નો વિદ્યાર્થી.
    પહેલી જ વાર તમારા બ્લોગ પર આવ્યો. ભટ્ટ સાહેબ વાળો લેખ બહુ જ ગમ્યો. એમનું આખું નામ કે.જે. ભટ્ટ હોય ; તો તેઓ મારા પણ પ્રોફેસર હતા.

    જવાબ આપો

    • pravinshah47
      એપ્રિલ 27, 2012 @ 02:23:18

      હા, એ પ્રોફેસર કે. જે. ભટ્ટ જ હતા. તમે એલ. ડી. ના વિદ્યાર્થી છો, એ જાણીને ખૂબ આનંદ થયો. અવારનવાર મળતા રહેજો.
      પ્રવીણ શાહ

      જવાબ આપો

      • સુરેશ
        માર્ચ 19, 2016 @ 20:59:14

        ઘણા વખત પછી અહીં ફરી આવ્યો. ઈમેલથી સંવાદ કરવાનું વધારે ફાવશે, ગમશે, ભાવશે!
        થોડીક ચર્ચા હોબી પ્રોગ્રામિંગ વિશે કરવી છે.
        ઈમેલ કરશો તો આભારી થઈશ.

  40. keyursavaliya
    ઓગસ્ટ 06, 2012 @ 07:21:51

    સર હુ પણ એંજિનિયરિંગ નો સ્ટુડન્ટ છુ અને તમારો બ્લોગ નિય્મિત વાચુ છુ..મારો બ્લોગ જુવો આહી skeyur.wordpress.com

    જવાબ આપો

  41. નિરવ ની નજરે . . !
    ઓગસ્ટ 20, 2012 @ 05:06:05

    Nice blog , sir .

    Earlier arrived & followed , but could not commented .

    જવાબ આપો

  42. MARKAND DAVE
    સપ્ટેમ્બર 24, 2012 @ 12:16:06

    Very Nice Blog,Sirji

    જવાબ આપો

  43. yunus
    ઓક્ટોબર 03, 2012 @ 11:05:06

    સર,આજે પેહલી વાર આપ ના બ્લોગ ની મુલાકાત લીધી અને થયું કે મને આવા પરકૃતિ પ્રેમી સાથીદાર કેમ નહીં મળતા હોય હું આર્મી એક્સ મેન છું મે ખાસ પ્ર્કૃતીને જોવાજ 8 સીટર વેન લીધી છે અને દૂર દૂર સુધી બાય રોડ ફરવું છે. ચાર ધામ પણ જવું છે સવાલ ફક્ત યોગ્ય હમસફર નો છે.કોઈ પણ મારો સંપર્ક કરી શકે છે॰

    જવાબ આપો

    • નિકુંજ કેવડીયા(Nike)
      એપ્રિલ 12, 2013 @ 11:09:37

      yunus ji…મને પણ ફરવાનો બહુ જ શોખ છે……પણ ઘર ની આર્થિક પરીસ્થીતી ખરાબ હોવાને લીધે હું બહાર ફરવાનું ટાળું છુ…..

      જવાબ આપો

  44. નિકુંજ કેવડીયા(Nike)
    એપ્રિલ 12, 2013 @ 11:06:01

    પ્રવીણભાઈ આજે પહેલી વાર મેં તમારા બ્લોગ ની મુલાકાત લીધી…ખરેખર વાંચીને ખુબ જ આનંદ થયો….મને પણ ફરવાનો બહુ જ શોખ છે…પણ કુટુંબ ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બહાર ફરવાનું ટાળું છુ….

    જવાબ આપો

  45. Vinod Machhi
    જુલાઈ 07, 2013 @ 06:13:53

    ૫રમ આદરનીયખ શ્રી પ્રવીણભાઈ સાહેબ ..આપના શ્રી ચરણોમાં નમસ્કાર વ જયશ્રી કુષ્‍ણ..!!
    તસવીરો ખૂબ જ ગમી. આપનું લખાણ પણ રસપ્રદ છે. વધુને વધુ માહીતી આપતા રહો તેવી શુભેચ્છાઓ.
    હું ૫ણ આપના બ્લોગ માટે કેટલાક આધ્યાત્મિક લેખો સાદર કરી શકું ?? આપનું ઇ-મેઇલ આઇડી આપશો તો આનંદ થશે.

    આપનો નમ્ર,

    વિનોદભાઇ માછી

    નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

    vinodmachhi@gmail.com

    જવાબ આપો

  46. મસ્ત
    સપ્ટેમ્બર 18, 2013 @ 11:05:13

    શ્રી પ્રવીણ કાકા,

    અજાણતા તમારા બ્લોગ ની મુલાકાત લેવાઈ ગઈ. આપના બ્લોગ થકી અમારો હરવા ફરવાનો શોખ પૂરો કરીશું. રતનમહાલ વિશે ની પોસ્ટ થી અમરી રતનમહાલ મુલાકાત તાઝી થાય ગઈ.

    આપના બ્લોગ થી માહિતી માનતા રહીશું.

    જવાબ આપો

  47. pravinshastri
    નવેમ્બર 20, 2013 @ 04:56:09

    વર્ષો પહેલા ભટકવાની અનુકૂળતા હતી. દેશ વિદેશમાં ખૂબ ભટક્યો છું. હવે પગ વાળીને અમેરિકામાં બેઠો છું. હવે આંગળીની રમતથી મિત્રોના બ્લોગમાં ભટકું છું. આજે વગર પરમિશને આપના બ્લોગમાં ઘૂસણખોરી કરી છે. હજુ ઘણું વાંચવાનું બાકી છે. આવતઓ રહીશ. વાંચતો રહીશ. સમય હોય તો મારે આંગણે પધારશો. આનંદ થશે.
    http://pravinshastri.wordpress.com

    જવાબ આપો

  48. sagar patel
    ડીસેમ્બર 12, 2013 @ 06:40:55

    સર તમારો નંબર અથવા ઈ-મેઈલ આઈડી જોઈએ છે…

    જવાબ આપો

  49. Mrugesh Roy
    જુલાઈ 04, 2014 @ 13:12:15

    Very nice…..interesting blog n nice story

    જવાબ આપો

  50. hirals
    ડીસેમ્બર 11, 2014 @ 14:13:19

    Hello Pravin Sir,
    I have sent you an invitation to join EVidyalay. please reply. Feel free to ask any questions. EVidyalay team is waiting for your positive reply.

    જવાબ આપો

  51. Bharatkumar Dahyabhai Mehta .
    ડીસેમ્બર 28, 2014 @ 14:16:10

    સ્નેહીશ્રી પ્રવીણભાઇ ,
    આપના પ્રવાસ નાં વર્ણનો ફોટા સહિત જોયા અને વાંચ્યા. બહુ સરસ. ઘણી સરસ માહિતી પ્રવાસ રસિયાઓને મળી શકે. હું પણ સિવિલ ( બી.ઇ. સિવિલ ) એંજીનિયર છું. ગુજરાત સરકાર ના પી.ડબ્લ્યુ.ડી સિંચાઇ વિભાગ માં ડેપ્યુટી એક્સક્યુટીવ એન્જીનિયર તરીકે સ્વૈચ્છિક નિવૃત્ત ડીસેમ્બર – 2011 માં થયો છું.કુદરતી સ્થળોએ ફરવનો મને પણ ઘણો જ શોખ છે. તેમજ લેખન પ્રવૃત્તિ નાનેથી વરેલી છે. મારે પણ મારા પ્રવાસ વર્ણન બ્લોગ પર મુકવાછે. આ માટે તમે મને મદદરુપ થઇ શકો ખરાં ? ગુજરાતીમાં હું કોમ્યુટર પર લખી શકું છું. ( હું બી.ઇ.સિવિલ- 1980 માં થયો છું. તેમ છતાં કોમ્પ્યુટર નો ઉપયોગ સારી રીતે કરી શકું છું ) મારી ઇ મેઇલ – આઇ -ડી ( bharatz.mehta@gmail.com ) છે.
    આશા રાખું કે તમે ચોક્કસ મદદ કરશો.
    આપનો વિશ્વાસુ ,
    ભરતભાઇ ડાહ્યાભાઇ મહેતા.

    જવાબ આપો

  52. Vivek Rajkotia
    માર્ચ 17, 2015 @ 12:51:07

    ભરતભાઇ ડાહ્યાભાઇ મહેતા,

    write a mail to me on vrinspired2@gmail.com with subject line “Gujarati Blogging” for starting a free blog.

    I will guide you completely .(Of course FREE 🙂 bcoz i like to be help people to share their experience with others via blog.

    Or anybody on this site want to start blogging and confused how to start ? Simply mail me at vrinspired2@gmail.com – I will be there to help you Always !

    – Vivek Rajkotia

    જવાબ આપો

  53. Rajendra Pandya
    સપ્ટેમ્બર 02, 2015 @ 08:18:03

    Hello sir.

    Rajendra pandya here. जोग ना धोध विशे आपनी पासेथी जानकारी मले तो सारु. How to contact you. ?

    જવાબ આપો

  54. R V PANDYA
    સપ્ટેમ્બર 25, 2015 @ 12:01:58

    નમસ્તે સર,

    હું મારા કુટુંબ સાથે તા. ૧૪મી (સપ્ટે.૧૫)ની રાત્રે જોગના ધોધ પાસે હતો. બીજે દિવસે સવારે પણ બે ક્લાક વ્યુ પોઇન્ટ ઉપર ઉભા રહીને રસપ્રદ નિરીક્ષણ કર્યું. ધીમે ધીમે વરસાદ આવ-જા કરતો હતો. જીવનમાં આવો આનંદ પહેલી વાર મળ્યો. આપના બ્લોગમાં મૂકેલા જોગના ધોધનો લેખ વાંચી જતાં પહેલાં જ ઉત્કંઠા વધી ગઇ હતી. કુદરતી નઝારો જીવન પર્યંત યાદ રહેશે.

    બીજુ;, ભારતના સૌથી ઊચા ધોધ- કે જે મેઘાલયમાં છે તે અંગે તમે લેખ મૂક્યો હોય તો તેની વિગતો આપશો.

    આપતો કુદરતી સોંદર્યના ખૂબ ચાહક અને માણનાર છો. આપણે સૌ જાણીએ છીએ કે ધ્યાન Meditation- માટે સૌથી શ્રેષ્ઠ અને ધ્યાન માટે સમર્થક ઋચિ પેદા કરતાં સ્થળો નિર્જન અને ગાઢ જંગલો અને પહાડો પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને હિમાલય ઉત્તમ ગણાય છે. તો આ પર્વતીય- હિમાલય જેવી એકાંત અને અલાયદી જગ્યામાં એવી કઇ ટેકનીકલ- અધ્યાત્મિક ગુણવત્તા હશે કે જેનાથી આવાં સ્થળો ધ્યાન માટે ખાસ પસંદ કરાતાં હશે. મને આ અંગે જાણવાની ઘણા સમયથી ખૂબ ઇચ્છા છે. મને સમજાવશો તો આપનો આભારી થઇશ.

    આર.વી.પંડ્યા – Gandhinagar
    9898878871

    જવાબ આપો

    • pravinshah47
      સપ્ટેમ્બર 26, 2015 @ 03:19:32

      શ્રી પંડ્યાભાઈ,

      તમે જોગનો ધોધ જોઈ આવ્યા, તે જાણી ઘણો આનંદ થયો. મેં હજુ જોગનો ધોધ જોયો નથી. મેં તો માહિતી ભેગી કરીને લેખ લખ્યો હતો. પણ ક્યારેક તો હું જોવા જઈશ જ.
      કર્ણાટકમાં આવેલા ઘણા જાણીતા ધોધ વિષે મેં લેખો લખ્યા છે, અને મારા બ્લોગમાં મૂકેલા છે. ભારતનો સૌથી ઉંચો ધોધ મેઘાલયમાં છે, તેના વિષે હું લખીને બ્લોગમાં મુકીશ.
      તમને પણ ફરવાનો શોખ મારા જેટલો જ હોય એવું લાગે છે. એવું હોય તો આપણે સંપર્ક કરીએ. મારો મોબાઈલ નં. 9426835948 તમારો નં. જણાવશો.

      જવાબ આપો

  55. Darpan Dodiya
    ડીસેમ્બર 25, 2015 @ 03:41:28

    As someone who just started writing travel posts, your blog is immensely motivational! I’ll keep checking this blog forever!

    જવાબ આપો

  56. Jitendra Patel
    જાન્યુઆરી 18, 2016 @ 05:27:44

    Hello Pravinbhai

    I really like your blog very much. It is awesome. I am reading your blog since last 3-4 years but could not get a chance to reply you. Today I got a time to give you thanks for sharing your experience and great information. Everyday I try to open the blog and find if there is again your post some new information. I will sure visit all the places from your blog with my family.

    Thank You!
    Jitendra

    જવાબ આપો

  57. Jitendra Patel
    જાન્યુઆરી 19, 2016 @ 05:10:02

    Hello Pravinbhai

    I really like your blog very much. It is awesome. I am reading your blog since last 3-4 years but could not get a chance to reply you. Today I got a time to give you thanks for sharing your experience and great information. Everyday I try to open the blog and find if there is again your new information on blog. I will sure visit the all the places from your blog with my family.

    Thank you very much!

    જવાબ આપો

  58. kanubhai Modi
    ફેબ્રુવારી 01, 2016 @ 01:26:12

    Dear Pravinbhai,
    Thank you very much for giving me company. I visited your blog yesterday. All articles are wonderful. I will read 3 to 4 articles daily. All articles are interesting.

    જવાબ આપો

  59. prafull suthar
    એપ્રિલ 03, 2016 @ 09:52:55

    I also join travel with you sir. Inform about next destination

    જવાબ આપો

  60. અમિત પટેલ
    એપ્રિલ 17, 2016 @ 07:24:33

    please call me sir…
    my mo no : 9909535212

    જવાબ આપો

  61. અમિત પટેલ
    એપ્રિલ 24, 2016 @ 06:13:48

    sir tamaro mo. no aapo

    જવાબ આપો

  62. Jignesh.Parmar
    જૂન 17, 2016 @ 17:17:39

    Dear Sir,
    Please add “Follow” Button on your blog’s side bar task so any one can follow your blog and get your updated post’s notification by mail..
    I have been follow your blog since last 2 years..

    જવાબ આપો

  63. jugalkishor
    જુલાઈ 24, 2016 @ 03:07:53

    સરસ ને ઉપયોગી બ્લૉગ ! ધન્યવાદ.

    જવાબ આપો

  64. patel fulchand mohanlal
    નવેમ્બર 16, 2019 @ 08:53:35

    પ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણો તથા વાંસની વસ્તુઓનો ઉપયોગ મને પણ ખુબજ ગમે છે. સાથે સાથે સજીવ ખેતી દ્વારા બનાવેલ શાકભાજી ફ્રુટ્સ અનાજ ખુબજ પસંદ છે.પણ તે કઈ જગ્યાથી મળી શકે તે જણાવશો.
    —પટેલ ફૂલચંદ (પાટણ, ગુજરાત)

    જવાબ આપો

  65. Patel Fulchand
    ડીસેમ્બર 14, 2019 @ 09:57:42

    લદાખ માટે વિગતવાર માહિતી મુકશો

    જવાબ આપો

  66. Smita Trivedi
    ઓક્ટોબર 18, 2020 @ 14:53:22

    પરમ આદરણીય પ્રવીણભાઈ,
    ડૉ. પ્રવીણ દરજી સાથેની મુલાકાત વિશે આજે આપનો લેખ અનાયાસ વાંચવામાં આવ્યો અને આપના અદ્ભુત બ્લોગ વિશે જાણકારી મળી. ખૂબ સહજ, સરળ અને હ્રદયસ્પર્શી લખો છો. વેબજગતમાં હજી પા પા પગલી ભરું છું. પણ રહસ્યમય અને રોમાંચક સાગરરૂપી વિશ્વ છે. આપને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ..

    જવાબ આપો

  67. PANKAJ RATHOD
    જાન્યુઆરી 06, 2022 @ 12:36:37

    ખરેખર આપના આઅ બ્લોગ પર શિવમંદિર બાવકા અને ગોળી રવૈયાની માહિતી વાંચીને લાગ્યું કે જાણે જાતે જ એની મુલાકાત લીધી હોય .. આભાર….

    જવાબ આપો

Leave a reply to Jitendra Patel જવાબ રદ કરો