ગોલ્ડ કોસ્ટનું રેસ્ટોરન્ટ બોમ્બે એફેર (Bombay Affair)

ગોલ્ડ કોસ્ટનું રેસ્ટોરન્ટ બોમ્બે એફેર (Bombay Affair)

આપણા ગુજરાતી ભાઈઓ ક્યાં ક્યાં પહોંચેછે, તેની એક વાત કરું.

જયેશભાઈ મુંબઈમાં ભણતા હતા, ભણતાં ભણતાં તેમને એક છોકરી જોડે પ્રેમ થઇ ગયો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પછી, કમાણી માટે કોઈ નવા જ પ્રકારનો ધંધો કરવાનું વિચાર્યું. તેઓએ જોયું કે ભારતના બહુ જ લોકો વિદેશોમાં ફરવા જાય છે. આથી કોઈ દેશમાં ગુજરાતી રેસ્ટોરન્ટ ખોલીને દેશી ટુરીસ્ટોને જમાડીએ તો કેવું? તેઓ ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટ નામના શહેરમાં પહોંચી ગયા, ભાડે મકાન લીધું અને ત્યાં રેસ્ટોરન્ટ ખોલ્યું. તેઓને મુંબઈમાં પ્રેમ થઇ ગયો હતો, એટલે રેસ્ટોરન્ટનું નામ ‘બોમ્બે એફેર’ રાખ્યું. તેમણે ગુજરાતી, સાઉથ ઇન્ડીયન, પંજાબી વગેરે ભારતીય વાનગીઓ બનાવીને ભારતીય ટુરીસ્ટોને જમાડવાનું શરુ કર્યું. જોતજોતામાં તો તેમની શાખ જામી ગઈ, તેમનું રેસ્ટોરન્ટ ધમધોકાર ચાલવા લાગ્યું. તેમણે ગાડી અને મકાન પણ ખરીદ્યાં.

ભારતના બધા ટુર ઓપરેટરોને આ ‘બોમ્બે એફેર’ની ખબર છે, તેઓ ઓસ્ટ્રેલીયાની ટુર ગોઠવે ત્યારે તેમના ટુરીસ્ટોને આ જગાએ જમવા માટે જરૂર લઇ જાય છે. ટુરીસ્ટો પણ સ્વાદિષ્ટ ભારતીય ખાણું ખાઈને ખુશ થઇ જાય છે. એટલું જ નહિ, જયેશભાઈ ટુરીસ્ટોની માગણી પ્રમાણેની વાનગીઓ પણ બનાવીને તેમને જમાડે છે.

અમે ઓસ્ટ્રેલીયામાં ગોલ્ડ કોસ્ટ ગયા ત્યારે, જયેશભાઈના ‘બોમ્બે એફેર’માં બે વાર જમવા ગયા. એક વાર તેમણે ભાજીપાઉં, પાણીપુરી, દિલ્હી ચાટ અને આલુ ટીકી બનાવીને જમાડ્યા. બીજી વાર ઈડલી, મેંદુ વડા, ઢોંસા અને ખીચડી કાઢી જમાડ્યા. બોલો, આવું જમવાની મજા જ આવી જાય ને ! ખાસ વાત તો એ કે બંને વખત તેઓ અમને તેમની ગાડીમાં અમારી હોટેલ પરથી લઇ ગયા અને પાછા મૂકી ગયા. એમના રેસ્ટોરન્ટ પર કેટલાય વિદેશી લોકો પણ જમવા આવે છે, અને ભારતીય વાનગીઓ હોંશે હોંશે ખાય છે.

જયેશભાઈ ખૂબ જ મળતાવડા સ્વભાવના છે. અમારી સાથે તરત જ હળીમળી ગયા. તેમની સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. એક ગુજરાતી ભાઈની ધગશ જોઇને અમને ખૂબ આનંદ થયો.

1_IMG_4093

3_IMG_4091

5_IMG_4088

6_IMG_4089

7_IMG_3908

Advertisements

૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ

                            ૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે, બટુક વ્યાસ નામના એક શિવભક્તએ ૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ બનાવ્યું છે. એમણે એમાં એકમુખી રુદ્રાક્ષથી માંડીને ૨૦ મુખી રુદ્રાક્ષ સુધીના કુલ ૨૦ લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. અહીં રુદ્રાક્ષ દોરામાં પરોવીને તેની, એક સ્ટીલની ફ્રેમની ફરતે ઉભી હારો બનાવી છે. આ શિવલિંગ ૧૬ ફૂટ વ્યાસનું છે. આ બનાવતાં તેમને  ૩ મહિના લાગ્યા હતા, તેમણે ૫૦ મજૂરોની મદદ લીધી હતી. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના દિવસે તે દર્શન માટે ખુલ્લું મૂકાયું હતું. અહીં તેની તસ્વીર મૂકી છે.

બટુક વ્યાસ ૨૦૦૦ની સાલથી રુદ્રાક્ષ શિવલીંગ બનાવતા આવ્યા છે. તેમણે ૧૯૯૯માં બનાવેલું પહેલું રુદ્રાક્ષ શિવલીંગ માત્ર ૧૧ ઇંચ ઉંચું હતું. પછી તેઓ ક્રમશઃ ઉંચું ને ઉંચું શિવલીંગ બનાવતા ગયા. તેમણે ૨૦૦૮માં બનાવેલ ૧૫ ફૂટ ઉંચું અને ૨૦૧૦માં બનાવેલ ૨૫ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ – આ બંનેની લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ લેવાઈ છે. તેઓ માને છે કે આ કાર્યમાં ભગવાન શિવનો મને સંપુર્ણ સાથ છે.

એક ખાસ વાત એ કે આ વર્ષે (ફેબ્રુ-માર્ચ ૨૦૧૯) તેઓ ૨૭ લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને ૩૫ ફૂટ ઉંચું શિવલીંગ બનાવી રહ્યા છે, તે એક નવો રેકોર્ડ હશે. આ શિવલીંગ અમદાવાદમાં થલતેજના ગણેશ ગ્રાઉન્ડમાં બની રહ્યું છે, અને તે આ શિવરાત્રી (ફેબ્રુ-માર્ચ ૨૦૧૯) દરમ્યાન ખુલ્લું મૂકાશે

૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ

રામેશ્વર મહાદેવ, અમદાવાદ

                  રામેશ્વર મહાદેવ, અમદાવાદ

રામેશ્વર મહાદેવ અમદાવાદમાં નિર્ણયનગરમાં આવેલું છે. નિર્ણયનગરના ગરનાળામાંથી નીકળી ડાબી બાજુ જતાં, આશરે અડધો કી.મી. દૂર છે. અહીંની ખાસ વિશિષ્ટતા એ છે કે આ મહાદેવનું શિવલીંગ ઘણું મોટું આશરે ૨૦ ફૂટ જેટલું ઉંચું અને ૫ ફૂટ જેટલા વ્યાસનું છે. શિવલીંગની ઉપર નાગની વિશાળ ફેણ છે, તથા નાગ શિવલીંગ ફરતે વીંટળાયેલ છે. લિંગ પર ‘ઓમ નમઃ શિવાય, શ્રી રામેશ્વરાય નમઃ’ લખેલું છે. લીંગની ફરતે વર્તુળાકારમાં બાર જ્યોતિર્લીંગ બિરાજમાન છે. લીંગની આજુબાજુ વિશાળ ખુલ્લી જગા છે, શ્રાવણ માસમાં લીંગને ફૂલ વગેરેથી શણગારાય છે, શ્રાવણમાં ભક્તોની ખૂબ ભીડ રહે છે. આ સંકુલમાં હનુમાનજીનું મંદિર પણ છે.

પાર્કીંગ: છે.

ટીકીટ: ફ્રી

સમય: આખો દિવસ ખુલ્લું.

1

2

3

 સંસ્કાર કેન્દ્ર, પાલડી

                           સંસ્કાર કેન્દ્ર, પાલડી

અમદાવાદના અતીતની ઝાંખી કરવી હોય તો અમદાવાદમાં પાલડીમાં આવેલુ સંસ્કાર કેન્દ્રનું મ્યુઝીયમ જોવું જોઈએ. આ કેન્દ્ર લા કાર્બુઝીયરે ૧૯૫૪માં સ્થાપ્યું હતું.

અહીં પેસતામાં જ સામે સરદાર પટેલનું સ્ટેચ્યુ નજરે પડે છે. બાજુમાં જ સને ૧૯૦૭ની સાલનો ફાયર બ્રિગેડનો ટ્રક દેખાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કલાત્મક કોતરણીવાળાં જૂનાં શિલ્પો, બે ચબૂતરા, રાણી વિક્ટોરિયાનું સ્ટેચ્યુ વગેરે છે. બાજુના એક રૂમમાં જૂની ફિલ્મોનાં પોસ્ટરો, જૂના જમાનાનું રેકોર્ડ પ્લેયર, કેસેટ પ્લેયર, વાલ્વવાળો જૂનો રેડિયો વગેરે મૂકેલાં છે. બાજુની રૂમમાં પતંગ મ્યુઝીયમ છે. એમાં જાતજાતના પતંગોનો સંગ્રહ કરેલો છે.

ઢાળ ચડીને પહેલા માળે જતાં, અહીં જૂના જમાનાનો વિશાળ સંગ્રહ નજરે પડે છે. અહીં, હિંદુ વૈષ્ણવ, શિવ, જૈન, સ્વામીનારાયણ, શીખ, પારસી તેમ જ મુસ્લિમ ધર્મનાં મંદિરો, ભગવાન, ચિત્રો, લખાણો અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓનો સંગ્રહ છે. ગુજરાતના કવિઓ અને લેખકોનાં ચિત્રો તથા બાજુમાં તેમણે લખેલાં પુસ્તકોનો માહિતી દર્શાવી છે. જૂનાં પૂરાણાં વાસણો, રસોઈનાં સાધનો, ઘંટી, મજૂસ, લાકડાનાં કલાત્મક બારણાં, કપડાં પરની ડીઝાઈનો, હાથશાળ, બાટીક કલા, સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં ચિત્રો, ચિત્રકારોનાં ચિત્રો, જૂના કેમેરા, જૂનાં વાજિંત્રો – એમ ઘણી જ વસ્તુઓ અહીં જોવા મળે છે.

આ બધું જોઇને જૂનું અમદાવાદ કેવું હશે, એની કલ્પનામાં તમે ખોવાઈ જાઓ છો, અને અનાયાસે જ તમે તેની આજના જમાના જોડે સરખામણી કરવા લાગો છો. એક વાર આ બધું જરૂર જોવા જેવું છે.

પાર્કીંગ: છે.

ટીકીટ: ફ્રી

સમય: મ્યુઝીયમ જોવાનો સમય સવારના ૧૦-૩૦ થી સાંજના ૬ સુધીનો છે. સોમવારે બંધ.

ફોન નંબર: ૦૭૯ ૨૬૫૭ ૮૩૬૯ છે.

ફોટા: અંદર ફોટા પડવાની મનાઈ છે. બહારથી ફોટા પાડવાની છૂટ છે.

1_sanskar kendra

4

5a

8a

11

12

13a_kite museum

14

કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝીયમ

                                          કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝીયમ

શાહીબાગમાં આવેલું આ મ્યુઝીયમ ફેબ્રુઆરી ૨૦૧૭માં શરુ થયું છે. તે જાણીતા ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈના બંગલામાં જ શરુ કરાયું છે. એમાં કસ્તુરભાઈએ એકઠા કરેલાં હજારથી પંદરસો વર્ષ જૂનાં પેઈન્ટીંગ અને શિલ્પો છે. અહીં મુગલ, ડેક્કન અને રાજસ્થાની પેઈન્ટીંગનો સંગ્રહ છે. આ ઉપરાંત પત્થર, ધાતુ અને લાકડા પરની કારીગરી, અંગ્રેજોના જમાનાનાં પોસ્ટકાર્ડ તથા અન્ય ચીજો પણ છે. આ મકાન ૧૯૦૫માં બનેલું છે. મકાનનું હેરીટેજ મૂલ્ય જાળવી રખાયું છે.

આ મ્યુઝીયમ, કેલિકો મ્યુઝીયમની નજીક છે. શાહીબાગના અન્ડરગ્રાઉન્ડ રોડથી, એરપોર્ટ તરફ જવાને બદલે, એની વિરુદ્ધ દિશામાં જતાં, તરત જ કેલિકો મ્યુઝીયમ આવે, પછી થોડું આગળ જતાં આ મ્યુઝીયમ આવે.

મ્યુઝીયમમાં રોજ દસ, બાર, અઢી અને ૪ વાગે ગાઈડેડ ટુર હોય છે. આ માટે આ નંબર પર બૂક કરાવવું. ૦૭૯-૨૨૮૬ ૫૪૫૬. મ્યુઝીયમ બુધવારે બંધ હોય છે. પાર્કીંગની વ્યવસ્થા છે. અંદર ફોટા પાડવાની મનાઈ છે. બહારથી ફોટા પાડી શકાય છે.

અન્ય ફોન નંબરો: ૦૭૯ ૨૨૮૬ ૬૩૭૬, ૭૮૭૪૩ ૪૧૭૯૭, ૯૪૨૬૮ ૦૫૦૫૩

1_img_2691

3_img_2688

5_kasturbhai-lalbhai-museum

6

7_kl museum

8_contemporary art kl

9_img_2685

11_img_2695

 

 અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

                                 અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં આવેલું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ (એલ.ડી. મ્યુઝીયમ) તો તમે જોયું જ હશે. ગુજરાત યુનીવર્સીટીનાં બસ સ્ટેન્ડની એક બાજુ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ છે, તો બીજી બાજુ એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીનું મકાન છે. ઇન્ડોલોજીની ઓફિસની જોડે જ આ એલ.ડી. મ્યુઝીયમ આવેલું છે.

આ મ્યુઝીયમ ૧૯૫૬માં સ્થપાયું છે. મ્યુઝીયમમાં મધ્યયુગ અને જૂના જમાનાનાં પત્થરનાં શિલ્પો, ટેરાકોટા, કાંસા અને પિત્તળની મૂર્તિઓ, માર્બલની મૂર્તિઓ, લક્કડકામ, પેઈન્ટીંગ, કાપડ પર ચિત્રકલા, જૂના સિક્કા વગેરે ચીજોનો સંગ્રહ છે. અહીં જૈન મૂર્તિઓ ઉપરાંત બૌદ્ધ અને હિંદુ દેવીદેવતાઓનાં શિલ્પો છે. આ બધાં શિલ્પો સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત કરાયેલાં છે. મ્યુઝીયમમાં જૈન ગ્રંથોની જૂની હસ્તપ્રતો અને છાપેલાં પુસ્તકોનો પણ સારો સંગ્રહ છે. મ્યુઝીયમમાં અલગ અલગ વિભાગો છે. ચોખ્ખાઈ તો ખૂબ જ છે.

આ મ્યુઝીયમ ઉભું કરવાનું શ્રેય મુનિશ્રી પુણ્યવિજયજી અને અને શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ફાળે જાય છે. મુનિશ્રી વિદ્વાન સાધુ હતા અને કસ્તૂરભાઈ મોટા ઉદ્યોગપતિ હતા.

મ્યુઝીયમમાં ઘણી જાતની પ્રવૃત્તિઓ થાય છે, ઘણા પ્રસંગો યોજાય છે. ક્યારેક ખાસ પ્રદર્શનો ગોઠવાય છે, તો ક્યારેક કલા, સંસ્કૃતિ અને આપણા વારસાને લગતાં પ્રવચનોનું આયોજન થાય છે. સ્કુલકોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે ગાઈડની વ્યવસ્થા પણ થાય છે.

મ્યુઝીયમના મકાનના વિશાળ આંગણમાં બગીચો અને પુષ્કળ ઝાડ ઉગાડેલાં છે. મ્યુઝીયમ જોવાની જરૂર મજા આવે એવું છે. મ્યુઝીયમમાંથી ઘણું જાણવાનું મળે છે.

મ્યુઝીયમ જોવા માટે કોઈ ટીકીટ નથી. પાર્કીંગની વ્યવસ્થા છે. મ્યુઝીયમ જોવાનો સમય સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધીનો છે. સોમવારે અને જાહેર રજાના દિવસોએ મ્યુઝીયમ બંધ રહે છે. સંપર્ક માટેના ફોન નંબર (079) 2630 6883, 2630 9167 અને 2630 2463 છે. મ્યુઝીયમના ફોટા બહારથી પાડી શકો શકો છો, અંદર ફોટા પડવાની છૂટ નથી.

અહીં મ્યુઝીયમના થોડા ફોટા મૂક્યા છે, તે જુઓ.

1_LD Institute of Indology

3

4

5

Budhdha head, Gandhara, 5th century

Parshvnatha, Ladol, 11th century

અમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’

                             અમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’

‘અમદાવાદની ગુફા’ તો તમે જોઈ જ હશે. ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં, વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયંસ સેન્ટરની બિલકુલ બાજુમાં આ ગુફા આવેલી છે. આ કોઈ કુદરતી ગુફા નથી, પણ ભોંયરામાં કૃત્રિમ  રીતે બનાવેલી ગુફા છે, અને તે કલાનો એક ઉત્તમ નમૂનો છે. ચિત્રકાર એમ. એફ. હુસૈનની કલ્પનાને સાકાર કરતી, સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ સર્જેલી આ ગુફા છે. તેઓએ આ ગુફા ઈ.સ. ૧૯૯૩માં બનાવી છે, અને મુલાકાતીઓ માટે એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે. આ ગુફા પહેલાં ‘હુસૈન દોશી ગુફા’ તરીકે ઓળખાતી હતી, હવે તે ‘અમદાવાદની ગુફા’ તરીકે જાણીતી છે.

થોડાં પગથિયાં ઉતરી તમે ગુફામાં પ્રવેશો એટલે એમાં દિવાલો પર ચિત્રકાર હુસૈનનાં દોરેલાં ચિત્રો અને આકારો જોવા મળે છે. આ ગુફાની છત ઘણા નાનામોટા ગુંબજોની બનેલી છે. આ ગુંબજો અંદરથી નાનામોટા અનિયમિત થાંભલાઓ પર ટેકવાયેલા છે. ગુંબજો પર બહાર મોટા નાગનું ચિત્ર દોરેલું નજરે પડે છે.

આ ગુફામાં ચિત્રોનાં પ્રદર્શનો યોજવાની અને ફિલ્મો રજૂ કરવાની સગવડ છે. અવારનવાર આવાં પ્રદર્શનો અહીં યોજાય છે. ગુફા અંદરથી જોવાની ગમે એવી છે. કલા, સ્થાપત્યો અને ફરવાનો શોખ ધરાવતા ઘણા લોકો આ ગુફા જોવા આવે છે.

ગુફાની બહાર ગાર્ડન અને રેસ્ટોરન્ટ છે. ગુફાની જોડે સુંદર મજાની આર્ટ ગેલેરી છે. ગુફાની બહાર ઝાડ પર ‘અમદાવાદની ગુફા’નું બોર્ડ લગાવેલું છે, તે તરત જ ધ્યાન ખેંચે છે. ગુફા જોવાની કોઈ ફી નથી, ફોટા પાડવાની છૂટ છે. ગુફા જોવાનો સમય સાંજના ૪ થી ૮ સુધીનો છે, સોમવારે બંધ રહે છે. ફોન કરીને જવું હોય તો તેનો ફોન નંબર 079 2630 8698 છે. આ સાથે ગુફાના થોડા ફોટા મૂક્યા છે.

અમદાવાદની ગુફાની નજીક જ ‘એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી’ આવેલી છે. તે પણ સાથે સાથે જોવા જઈ શકાય.

1_Amdavad Ni Gufa

1c

2c

3a

3c

3n

3r

5a

8c

Previous Older Entries Next Newer Entries