શ્રી પારદેશ્વર મહાદેવ

                                                     

                                                         શ્રી પારદેશ્વર મહાદેવ  

        પારાના શિવલિંગ વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આવું એક પારાનું શિવલિંગ ધરાવતું ‘શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર’ નડિયાદથી ૧૨ કી.મી. દૂર ચાંગા જવાના રસ્તે વલેટવા ગામને પાદરે આવેલું છે. ગામને છેડે ખુલ્લી વિશાળ જગામાં, સરસ કુદરતી વાતાવરણમાં આ મંદિરની સ્થાપના કરાયેલ છે. મંદિરનો  બહારનો દેખાવ અને ખુલ્લી જગા પ્રથમ દર્શને જ આકર્ષક છે.

       મંદિરના મોટા હોલમાં વચ્ચે ખૂબ જ ભવ્ય શિવમંદિર અને ૧૫૧ કિલોગ્રામ પારામાંથી બનાવેલું શિવલિંગ છે. આ શિવલિંગ દોષોથી મુક્ત, બીલીના રસ વિગેરેથી સંસ્કારિત, શુભ મુહૂર્તમાં દિવ્ય મંત્રોથી નિર્મિત પ્રાણપ્રતિષ્ઠા કરાવેલ છે. શિવલિંગ જોઈને મન પ્રસન્ન થઇ જાય છે. મંદિરનું વાતાવરણ જોઈને ત્યાં બેસી શિવજીનું ધ્યાન ધરવાનું મન થઇ જાય એવું છે. પારદ(પારો)ના શિવલિંગનો શાસ્ત્રોમાં એ રીતે મહિમા ગવાયો છે કે વિધિપૂર્વક કરેલા સેંકડો અશ્વમેઘ યજ્ઞો અથવા કરોડો ગાયોના દાનથી અથવા હજારો મણ સોનાનું દાન કરવાથી તથા કાશી, પ્રયાગ જેવાં પુણ્ય તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે, તે જ પુણ્ય  મનુષ્યને કેવળ ભગવાન પારદેશ્વર શિવલિંગનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે.

       અહીં મોટા હોલમાં એક સ્ફટિક શિવલિંગ અને નર્મદેશ્વર શિવલિંગ પણ છે. જે વ્યક્તિ સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે, તેને ભગવાન શિવ અને શ્રદ્ધાળુ શુક્ર(venus)ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર શિવલિંગ પવિત્ર નર્મદા નદીના પેટાળમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

       ઉપરનાં મુખ્ય ત્રણ શિવલિંગ ઉપરાંત, આ હોલમાં બીજા ૫૧ દેવદેવીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલ છે. દર્શન કરવાનું ગમે એવું છે. મંદિર બપોરે ૧૨ થી ૫ બંધ રહે છે. સવાર સાંજ આરતીના સમયે ઘણા દર્શનાર્થીઓ પધારે છે. આરતી વખતે આરતીનું ગાન અને ઘંટડીઓનો રણકાર ભક્તોને ભાવવિભોર બનાવી દે છે. પૂજારીજી અને સંચાલક સ્વામીશ્રી પાસેથી મંદિરની માહિતી પ્રાપ્ત થઇ શકે છે.

       વલેટવા ગામની નજીક બાંધણી ગામે પુષ્ટિમાર્ગીય શ્રી દેવકીનંદન આચાર્યજીની બેઠક આવેલી છે તથા નજીકના વડતાલ ગામે પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર આવેલું છે. આ બંને સ્થળ દર્શનીય છે.

       અમે આણંદથી નીકળી, બાંધણી, વલેટવા અને વડતાલ દર્શન કરી, છેલ્લે સ્વામીનારાયણ મંદિરમાં ખીચડીનો પ્રસાદ લઇ, લગભગ ચારેક કલાકમાં આણંદ પરત આવ્યા. એક વાર જોવા જેવાં સ્થળ ખરાં.

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. chandravadan
  એપ્રિલ 07, 2011 @ 03:12:34

  પારાના શિવલિંગ વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આવું એક પારાનું શિવલિંગ ધરાવતું ‘શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર’ નડિયાદથી ૧૨ કી.મી. દૂર ચાંગા જવાના રસ્તે વલેટવા ગામને પાદરે આવેલું છે
  With these words you gave the description of this Mandir…& one feels like being there with you.
  May Shiva’s Blessings be on you,& your Family.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  જવાબ આપો

  • pravinshah47
   એપ્રિલ 07, 2011 @ 17:41:06

   પ્રવાસ વર્ણનમાં, તમે મારી સાથે ફરતા હો, એવો અનુભવ કરો, એ બહુ જ સરસ.
   ભગવાન શિવ સહુનું કલ્યાણ કરે. તમારી શુભેચ્છાઓ બદલ આભાર. પ્રવીણ

   જવાબ આપો

 2. MANOJ
  સપ્ટેમ્બર 17, 2011 @ 08:34:09

  Ahiya agad femily sathe rahevani suvidha che ke nathi. jawab apso.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: